મસાલા જુવાર ધાણી

#myrecipe
By Tanu Sharma

Mar, 27th

498

Servings
5 persons
Cook Time
15 minutes
Ingredients
5 - 7

Ingredients

  • 250 ગ્રામ જુવાર ધાણી
  • 1/2 વાડકી સીંગદાણા
  • 1/2 tsp હળદર
  • 1 tsp લાલ મરચું
  • 1/2 tsp બૂરું ખાંડ
  • 3 ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર

Instructions

  • એક મોટી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો અને એમાં સિંગદાણા તળી લો અને અલગ રાખો.
  • હવે એ જ તેલ માં હળદર, લાલ મરચું નાખી એમાં જુવાર ધાણી ઉમેરી મીઠું નાખી બરાબર મિક્સ કરો અને થોડીવાર શેકાવા દો.
  • પછી એક મોટા વાસણમાં કાઢી લઈ એમાં બૂરું ખાંડ અને તળેલા સીંગદાણા ઉમેરી મિક્સ કરો અને બસ હોળી માટે ની સ્પેશિયલ જુવાર ની ધાણી તૈયાર.