મૂળાની ભાજી (Mooli Sabji Recipe In Gujarati)

#myrecipe
By Tanu Sharma

Mar, 26th

494

Servings
4 persons
Cook Time
20 minutes
Ingredients
8 - 10

Ingredients

  • ૨૫૦ ગ્રામ મૂળાની ભાજી
  • ૧ મૂળો
  • ૧ કપ બેસન
  • ૧ ચમચો તેલ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી હળદર
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ ચમચી ધાણાજીરું પાવડર
  • સ્વાદમુજબ મીઠું

Instructions

  • સૌપ્રથમ મૂળાની ભાજીને ઝીણી સમારી લો. હવે, તેમાં ભાજી ડૂબે એટલું પાણી અને અડધી ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ પાણીમાં રહેવા દો અને ત્યાં સુધી મૂળાને ઝીણો સમારી લો. પછી, તેમાંથી બધું પાણી નીચોવી લો.
  • ત્યારબાદ, એક કડાઈમાં બેસન લઈને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકીને કાઢી લો.
  • હવે, કડાઈમાં તેલ ગરમ કરી અજમો, હિંગ અને હળદરનો વઘાર કરી તેમાં સમારેલો મૂળો ઉમેરીને મિક્સ કરો. પછી, તેને ઢાંકીને મૂળો ચડે ત્યાં સુધી ગરમ થવા દો.
  • ત્યારપછી, તેમાં સમારેલી ભાજી ઉમેરીને તેનું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો.
  • હવે, તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને જરૂર મુજબ મીઠું ઉમેર્યા બાદ તેમાં ધીમે ધીમે શેકેલું બેસન ઉમેરીને મિક્સ કરો અને તેને ઢાંકીને ૫ મિનિટ સુધી ચડવા દો.
  • તો તૈયાર છે મૂળાની ભાજીનું શાક.