ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Guj

#myrecipe
By Tanu Sharma

Mar, 27th

490

Servings
3 persons
Cook Time
30 minutes
Ingredients
10 - 12

Ingredients

  • 1 કપ ઓટ્સ
  • 1 વાડકી મગ ની ફોતરા વાળી દાળ
  • 2 ચમચી અડદ ની દાળ
  • 1 ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ચપટી હળદર
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ડુંગળી
  • 100 ગ્રામ પનીર
  • ચાટ મસાલો
  • તેલ
  • કોથમીર

Instructions

  • મગ ની ફોતરા વાળી દાળ અને અડદ ની દાળ ને ધોઈ 2 થી 3 કલાક માટે પલાળી રાખો અને પછી મિક્સર માં પીસી લો. ઓટ્સ ને ડ્રાય રોસ્ટ કરી મિક્સર માં બારીક પીસી લો અને મગ ની દાળ નાં ખીરા માં મિક્સ કરી લો.
  • હવે એમાં મીઠું, આદું મરચાં લસણ ની પેસ્ટ, હિંગ, હળદર, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો.
  • હવે તવી ગરમ કરવા મૂકો અને એની ઉપર એક ચમચો ચિલ્લા નું ખીરું પાથરો. આજુ બાજુ તેલ નો દોરો દઈ ધીમા તાપે કુક થવા દો.
  • ચિલ્લા થોડા ક્રિસ્પી થાય એટલે એના પર ઝીણી સમારેલી ડુંગળી, ખમણેલું પનીર અને ચાટ મસાલો ભભરાવી તૈયાર થયેલ ઓટ્સ પનીર ચિલ્લા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.