It's very tasty and healthy recipe.

Til gud dryfruit katori chiki

#Hundred #myrecipe #sweets
By Sapna Thakkar

Jan, 15th

637

Servings
4 persons
Cook Time
30 minutes
Ingredients
7 - 9

Ingredients

  • 1 કપ સફેદ ધોયેલા તલ
  • 1 કપ ખાંડ
  • 1 કપ મિક્સ ડ્રાય ફ્રુટ  
  • ( કાજુ, બદામ, પિસ્તા, મગજતારી ના બી, પમકીન સીડ,
  • નાળિયેર ની છીન,કીસમીસ,ચારોળી,ખસ ખસ, ખારેક,અખરોટ)
  • ૧/૨ ચમચી એલચી પાઉડર ને જાયફળ પાઉડર
  • ૧૦ થી ૧૫ કેસર ના તાત ના
  • ૧ ચમચી મધ
  • ૧ ચમચી ઘી

Instructions

  • Tal dry fruit katori chiKi રીત સહુ પ્રથમ એક વાસણ લઈ ને તેમાં તલ ને ધીરે તાપે શેકી લેવા . બહુ લાલ કરી ને નથી શેકવા ના. પછી તેને સાઇડ પર ઠંડા થવા માટે મૂકવું. હવે એક વાસણા માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકવું.  પછી તેમાં કાજુ ના ટુકડા , બદામ ના ટુકડા ને સેકી લેવા બહુ લાલ નથી કરવા ના પણ ફક્ત તેની કચાશ જ દૂર થાય એટલું સેક્વા નું છે. કાજુ બદામ સેકાઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવા . પછી તેમાં જ પિસ્તા ને સેકી લેવા. પછી તેને પણ પ્લેટ માં કાઢી ને તેમાં જ માગજતરી ના બી ને ચારોળી સેકી લેવા ને તેને પણ પ્લેટ માં કાઢી લેવા. પછી એજ ઘી માં કીસમીસ અને ટોપરું પણ સેકી ને તેને પણ પ્લેટ માં કાઢી લેવું. પછી એ જ  ઘી માં પામકીન સિડ ને પણ સેકી લેવા. સાથે સાથે ખસ ખસ અને ખારેક ને પણ સેકી લેવા. પછી બધું ગરમ હોય ત્યારે જ તેમાં એલચી ને જાયફળ પાઉડર ને કેસર પણ ઉમેરી ને બધું મિક્સ કરવું ને પછી તેમાં મધ ઉમેરી ને બધું મિક્સ કરી ને તેના નાના નાના  બોલ જેવું બનાવી ને સાઇડ પર રાખવું. પછી  બીજા વાસણ માં એક ચમચી ઘી ગરમ કરવા માટે મૂકવું. પછી તેમાં ગોળ ઉમેરવો ને પછી ગોળ ઓગળે  એટલે ધીરા તાપે તેની ચાસણી કરવી. ચાસણી ચેક કરવા માટે એક વાડકી લઈ ને તેમાં પાણી ભરી તેમાં આ ગોળ ની ચાસણી ઉમેરી ને ચેક કરવી. જો ગોળ તોડતા તરત જ તૂટે તેવો અવાજ આવે એવો  એટલે થઈ ગયો એમ સમજવું. પછી તરત જ તેમાં શેકેલ તલ ઉમેરી ને એકદમ ગોળો બની જાય ત્યાં સુધી તેને મિક્સ  કરવુ. પછી તરત જ તેને એક ઘી લગાડેલ બીબા માં તરત જ ઢાળી દેવું.ગરમ ગરમ માં જ તેમાં ડ્રાય ફ્રુટ નું મિશ્રણ ઉમેરી દેવું જેથી એ એમાં ચોંટી જાય ને પછી તે ઠંડુ પડે પછી તેને બીબા માંથી કાઢી ને સર્વ કરવી. તો તૈયાર છે આપડી તલ dry fruit katori chiki

Notes/Tips

Gud ni chasni ma khas dhyan રાખવું.